તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • Rajula રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે આરોગ્ય સહિતના મુદ્દાઓ સાથે એક

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે આરોગ્ય સહિતના મુદ્દાઓ સાથે એક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે આરોગ્ય સહિતના મુદ્દાઓ સાથે એક પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. જેમા તેમણે આરોગ્ય મંત્રી અને ભાજપના સાંસદ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે હોસ્પિટલોમા જે સારી કામગીરી કરે તેને સહકાર આપવો જોઇએ. તેમણે ડાયાલીસીસી માટે રૂમની પણ માંગણી કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેરે વધુમા જણાવ્યું હતુ કે થોડા દિવસ પહેલા રાજુલામાં એક પાર્થ ગૃપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. અને તે આયોજન સરકારી હોસ્પિટલમાં રાખવાનું નક્કી થતા અહીં રાજકીય રીતે કોઈ વિવાદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપ સાંસદ નારણભાઇ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સહિત નેતાઓ સામે આક્ષેપો કર્યા છે. અને જણાવ્યું હતું અહીં કેમ્પ કેન્સલ કરાવવા માટે ડોકટરોને સૂચના આપી જે વાત મારા ધ્યાન પર આવી એટલે મેં તુરંત જ્ઞાતિની વાડીમાં રાખ્યો. કેમ કે આ સરકાર તો ડોકટરોની બદલી કરાવી નાખે.

અન્ય સમાચારો પણ છે...