તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • Rajula રાજુલા તાલુકાના વિકટર પીપાવાવ ધામ નિંગાળા ૧ ભેરાઇ સહિતના અનેક

રાજુલા તાલુકાના વિકટર પીપાવાવ ધામ નિંગાળા-૧ ભેરાઇ સહિતના અનેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના વિકટર પીપાવાવ ધામ નિંગાળા-૧ ભેરાઇ સહિતના અનેક ગામોના વિદ્યાર્થીઓ રાજુલા નજીક આવેલ ભેરાઇ રોડ સ્થિત મોડલ સ્કૂલમાં અભ્યાસ માટે અપ ડાઉન કરી રહ્યા છે. પણ આ છાત્રોને મોડલ સ્કૂલ નજીક એસટી બસ સ્ટોપના હોવાના કારણે રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે ઉતરવું પડે છે. ત્યારે ચાલતા ચાલતા મોડેલ સ્કૂલ આવું પડે છે. માર્કેટિંગ યાર્ડથી મોડલ સ્કૂલ આવતાં વિદ્યાર્થીઓને ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. ક્યારે બસ મોડી હોય તો શાળા પણ મોડું પહોંચાય છે. જ્યારે મોડલ સ્કૂલનો રસ્તો લીલાપીરની ધાર નજીક જ આવેલ છે. છાત્રો દ્વારા રાજુલાનાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે લીલાપીરની ધાર નજીક વિધાર્થીઓ માટે બસ સ્ટોપ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ ફરી ડેપો મેનેજરને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...