જુગારપટ્ટમાંથી પોલીસે રૂ.13 હજાર કબ્જે કર્યા
અમરેલીએલ.સી.બી ટીમને બાતમીના આધારે રાજુલા તાલુકાના ચારોડીયામાં રેઇડ પાડતા પાંચ જુગારીઓના જુગારપટ્ટમાંથી પોલીસે રૂ.13 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
અમરેલી જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવુતિ દુર કરવા કડક માં કડક પગલા લેવા સઘન પ્રયત્ન કરી રહેલ અમરેલી એલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલ તેમજ એલ.સી.બી. ટીમને બાતમી મળતા રાજુલા તાલુકાના ચારોડીયા ગામમાં રામજી મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તાના વડે તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં અહી રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં સંજયભાઇ શિવપરી ગૌસ્વામી, નિતીનભાઇ નનુભાઇ માંડણકા ચારોડીયા, વનરાજભાઇ બાબાભાઇ ધાખડા, અરવિંદભાઇ ઓતમભાઇ અગ્રાવત, પહુભાઇ ઉનડભાઇ વાળા નામના પાંચ જુગારીઓ પાસેથી પોલીસે રૂ.૧૩,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરી લીધો હતો. તેમજ આગળની તપાસ રાજુલા પોલીસ મથકને સોપી દીધેલ છે.પોલીસની રેડ દરમિયાન કેટલાક જુગારીઓ નાસી છુટ્યા હતા.