તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • રાજુલામાં બેફામ વાહનો ચલાવનાર સામે પોલીસની લાલ આંખ : દંડ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં બેફામ વાહનો ચલાવનાર સામે પોલીસની લાલ આંખ : દંડ કરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નામાંકિત વિસ્તારમાં વાહન ચાલકો સામે તવાઇ રોમિયોગીરી અને ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી

અમરેલીજિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ ડી.વાય.એસ.પી. રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ પી.આઇ.વી.એસ. વણજારા, હિતુભાઇ વાળા, દશરથસિંહ સરવૈયા. જયદીપસિંહ સરવૈયા, જયરાજભાઇ વાળા, ઘનશ્યામભાઈ જીંજાળા, ભુપતભાઇ ખુમાણ, ભગીરથસિંહ રાણા સહીત રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય અને નામાંકિત વિસ્તારમાં પોલીસ અધિકારી સહીત સ્ટાફ જોવા મળ્યો હતો.

આડેધડ પાર્કિંગ અને ધૂમ સ્ટાઇલથી ચલાવતા યુવાનો નંબર પ્લેટ વગરના લાયસન્સ વગર કાયદાનો ભંગ કરતા લોકો સામે કોઈની શેહ શરમ રાખ્યા વગર પોલીસ કાર્યવાહી કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરી હિંડોરણા રોડ, હોસ્પિટલ ચોક, બસસ્ટેન્ડ ચોક વગેરે મહત્વના વિસ્તારમાં પોલીસ દ્વારા લાલ આંખ કરતા બે ફામ રીતે વાહનો ચલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 144 એન્સી, 11000 ઉપરાંતનો રોકડો દંડ ફટકાર્યો હતો. પી.આઈ. વણજારા ખુદ શહેરમાં કેટલા ગેર કાયદેસર વાહનો દોડે છે તેના પર નજર રાખી દબોચી લઇને કાયદાનું ભાન કરાવ્યું હતું.

કેટલાક રોમિયા તત્વોની રીતસરના સીન વીખી નાખ્યા હતા. હિંડોરણા રોડ પર આવેલ રાહદારી અને સ્થાનિક વેપારીઓએ પોલીસની કામગીરી બિરદાવી પ્રંસશા કરી હતી. બીજી તરફ પોલીસના સૂત્રો માંથી એવું પણ જાણવા મળ્યું છે કે આવનારા દિવસોમાં હજુ પણ વધુ કાર્યવાહી કડક હાથે લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો