તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • હાઇવેમાં જતી જમીનનું વળતર જંત્રી પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇવેમાં જતી જમીનનું વળતર જંત્રી પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાર ગામનાં લોકોનાં ઓછું વળતર ચૂકવવાનાં આક્ષેપ સામે પ્રાંત અધિકારીએ કહ્યું, ગામતળનો સર્વે કરાવીશું

રાજુલાજાફરાબાદમાથી પસાર થતા કોસ્ટલ હાઇવેમા સંપાદિત થયેલી જમીન પ્લોટના ભાવ અંગે ચાર ગામના લોકોએ અસંતોષ વ્યકત કરી આંદોલનના મંડાણ કર્યા છે ત્યારે અંગે રાજુલાના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે જેની જમીન ગઇ છે તેને જંત્રી પ્રમાણે વળતર આપવામા આવ્યું છે.

જાફરાબાદ પંથકના ચાર ગામના લોકોએ કોસ્ટલ હાઇવેમા ગયેલી પોતાની જમીનોના વળતર અંગે ભારે અસંતોષ વ્યકત કર્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમા શેલણા, ટીંબી વિગેરે ગામના લોકોની એક મિટીંગ પણ તાજેતરમા મળી હતી અને ગઇકાલે મુદ્દે રાજુલાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હાઇવેમા ગયેલી જમીન અંગે પુરતુ વળતર નહી ચુકવાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. અંગે રાજુલાના પ્રાંત અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતુ કે જે લોકોની જમીન ગઇ છે તે તમામને જંત્રી પ્રમાણે વળતર અપાયું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામા જયાં વધુ ભાવ છે ત્યાં વધુ વળતર મળ્યું છે. ગામતળવાળા ગામોમા સર્વે પણ કરીશું. તેમ છતા લોકો અંગે જિલ્લા કલેકટરને રજુઆત કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો