તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કૃષિમંત્રી વઘાસીયાએ બની બેઠેલા ખેડુત આગેવાનોને આડે હાથ લીધા

ખાંભાતાલુકામાં વખતે તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે અને સરકાર ટેકાના ભાવે ખરીદીની માંગ ઉઠી હતી ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં 89 જેટલા પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને 90મો પોઇન્ટ ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.

ઉદ્દઘાટનમાં કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાએ હાજરી આપી હતી. અને તુવેરની ખરીદીના શ્રીગણેશ કરાવ્યા હતા. વધુમાં વી.વી.વઘાસિયાએ વખતે તુવેરનો વધુ પાક થયો છે ત્યારે 500 કરોડ સુધીની તુવેરની ખરીદીનો આંકડો પહોંચે તો નવાઈ નહિ. અને તેમના વકતવ્યમાં અમરેલી જિલ્લાના ખેડૂતોના આગેવાન બની બેઠેલાના નામો લીધા વગર આડે હાથ લીધા હતા. અને અમરેલીમાં પોતાની નામના મેળવવા માટે ખેડૂતોના નામે શોહરત મેળવી રહ્યાં છે. અને સરકારની ખેડૂતોની યોજનામાં રોડા નાખી રહ્યા છે. પરંતુ હવે આવા ખેડૂતોના નામે ચારી ખાતા ખેડૂત નેતાઓના ચેહરા ઓળખાવવા ખેડૂતો આગળ આવે તેવું કહ્યું હતું.આ પ્રસંગમાં જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, તાલુકા પ્રમુખ વિપુલભાઈ સેલાડીયા, ખેતીવાડી અધિકારી, દિલાભાઈ લાખાણી, કેલાલ તંતી, ભાજપ અગ્રણીઓ ઉપરાંત કોંગ્રેસના યાર્ડના ચેરમેન હરિભાઈ હિરપરા, વાઇસ ચેરમેન, બાબુભાઇ માગણી, યાર્ડ સેક્રેટરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાએ ખાંભા ખાતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે તુવેરની ખરીદીના શ્રીગણેશ કરાવતાની સાથે જાહેરાત કરી હતી કે ખાંભા ઉપરાંત રાજુલા અને જાફરાબાદના ખેડૂતો પણ ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવેલી તુવેરની ખરીદીમાં વેચવા લાવી શકશે.તસ્વીર- પૃથ્વીરાઠોડ

રાજુલા જાફરાબાદ ખેડૂતો પણ તુવેર વેંચી શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો