તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • શહેરની તમામ હોસ્પિટલોમા દર્દીઓની ભીડ : તાવ, શરદી, ઉધરસનાં વાયરા

શહેરની તમામ હોસ્પિટલોમા દર્દીઓની ભીડ : તાવ, શરદી, ઉધરસનાં વાયરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાનગરપાલિકા દ્વારા પાણીને ફિલ્ટર કર્યા વગર સીધેસીધુ જળાશયમાથી ઉપાડીને લોકોને પીવા માટે પધરાવી દેવામા આવે છે. પાલિકા દ્વારા ડહોળુ દુષિત પાણી વિતરણ કરાતુ હોવાથી રોગચાળાની સ્થિતિનુ નિર્માણ થયુ છે. અહી પાછલા કેટલાક સમયથી શરદી, તાવ, ઉધરસ, ઝાડા ઉલ્ટી સહિતના રોગોના દર્દીઓનો જાણે રાફડો ફાટયો છે.

રાજુલામા 37 જેટલી હોસ્પિટલો અને તબીબોના કલીનીક છે. પરંતુ હાલમા અહી એકપણ દવાખાનામા જાણે પગ મુકવાની જગ્યા નથી. સવારથી દર્દીઓની હકડેઠ્ઠઠ ભીડ જામે છે. નાની એવી કલીનીકમા પણ સાંજ પડે સો દર્દીઓ સારવાર માટે ધસી જાય છે. સરકારી દવાખાનામા તો 600થી 700 દર્દીઓની રોજ સારવાર થાય છે. નગરપાલીકા પાસે ફિલ્ટર પ્લાન્ટ નથી જેથી ડહોળા પાણીનુ વીતરણ થાય છે. સાથે સાથે શહેરમા ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા છે. જે રોગચાળામા વધારો કરે છે. અહી પાલિકા દ્વારા એટલુ દુષિત પાણી વિતરીત કરવામા આવી રહ્યું છે કે લોકોએ જાતે પોતાના ઘરે જે આરઓ પ્લાન્ટ બેસાડયા છે તે એક દોઢ મહિનામા ખરાબ થઇ જાય છે. નગરપાલિકા દ્વારા મચ્છર ભગાડવા માટેના મશીનો વસાવાયા છે પરંતુ તેનો પણ કોઇ ઉપયોગ થતો નથી.

સ્વચ્છતા અભિયાનના નામે શહેરના લોકોને કયાંય ગંદકી જણાય તો તેનો ફોટો ચીફ ઓફિસરને મોકલવા જાહેરાતો કરાઇ હતી. લોકો તેમના વિસ્તારની ગંદકીના ફોટા પાડી નિશ્ચિત કરેલા નંબર પર મોકલે છે પરંતુ ચીફ ઓફિસર તે જોવાની પણ દરકાર લેતા નથી તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમે જણાવ્યું હતુ. તસ્વીર-કે.ડી.વરૂ

ચીફ ઓફિસર મેસેજ પણ જોતા નથી

અન્ય સમાચારો પણ છે...