તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • ઇન્દિરા આવાસ સહિતની યોજનાનાં લાભાર્થીઓ નાણાથી વંચિત : રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દિરા આવાસ સહિતની યોજનાનાં લાભાર્થીઓ નાણાથી વંચિત : રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરબાદ પંથકનાં લોકોને મકાનો પુર્ણ થયા બાદ પણ નાણા મળતા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી

જાફરાબાદતાબાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એકાદ વર્ષથી ઇન્દિરા આવાસ અને નરેગા યોજના તળે લાભાર્થીઓને નાણા ચુકવવામા આવ્યા હોય લાભાર્થીઓ મુશ્કેલીમા મુકાયા છે. ત્યારે પ્રશ્ને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામા આવી છે.

જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઇ બારીયા દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે જાફરાબાદ તાબાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એકાદ વર્ષથી ઇન્દિરા આવાસ યોજના તેમજ નરેગા યોજનાના લાભાર્થીઓને નાણા ચુકવવામા આવ્યા હોય મુશ્કેલી અનુભવી રહ્યાં છે. યોજના તળેની ગ્રાંટ પણ તાલુકા પંચાયત કચેરીમા પડી છે.

અહીના ગ્રામ્ય વિસ્તારોમા ઇન્દિરા આવાસ તળે મકાનો પણ લાભાર્થીઓ દ્વારા તૈયાર કરી દેવામા આવ્યા છે. તેમ છતા અધિકારીઓ નાણા ચુકવવામા ઠાગાઠૈયા કરી રહ્યાં હોય તેમ જોવા મળી રહ્યું છે. રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે અહીની કચેરીમા અનેક જગ્યાઓ પણ વણપુરાયેલી છે. હાલ તો તંત્ર દ્વારા તાકિદે લાભાર્થીઓને નાણા ચુકવવાની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.હાલ યોજનાનાં નાણા સમયે મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો