તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • 1 વર્ષથી રાજુલા પાલિકામાં બાંધકામ સુપરવાઇઝરની જગ્યા પર કોઇ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 વર્ષથી રાજુલા પાલિકામાં બાંધકામ સુપરવાઇઝરની જગ્યા પર કોઇ નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાંધકામ સુપરવાઇઝરની કાયમી નિમણુંક કરવા બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી

રાજુલાનગરપાલિકામા છેલ્લા એકાદ વર્ષથી બાંધકામ સુપરવાઇઝરની જગ્યા વણપુરાયેલી છે. તેમ છતા બાંધકામ માટેની મંજુરીઓ આપી દેવામા આવે છે. ત્યારે અંગે તપાસ કરવા તેમજ કાયમી બાંધકામ સુપરવાઇઝરની જગ્યા ભરવા રજુઆત કરવામા આવી છે.

અહીના આણદુભાઇ ધાખડા દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજયમા તમામ પાલિકાઓમા બાંધકામ સુપરવાઇઝર હોય છે. કાયમી હોય તો રોજમદાર હોય પરંતુ રાજુલા પાલિકામા છેલ્લા એકાદ વર્ષથી બાંધકામ સુપરવાઇઝર નથી જેને પગલે ચીફ ઓફિસરના માર્ગદર્શન તળે કલાર્ક તપાસ કરી બાંધકામને મંજુરી આપી દેવામા આવી રહી છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે ચીફ ઓફિસરને અન્ય વિકાસ કામોમા રસ હોય અને માત્ર બાંધકામની મંજુરીનુ કામ કરવામા આવી રહ્યું હોવાનુ પણ જણાવ્યું હતુ. અહી સ્ટ્રીટ લાઇટ તેમજ સફાઇની કામગીરી પણ નજરે પડતી નથી.

બાબતે જિલ્લા કલેકટર તેમજ શહેરી વિકાસ મંત્રી તપાસ કરાવે કે એક વર્ષમા કેટલી બાંધકામ મંજુરી અપાઇ છે. હાલ તો તાકિદે બાંધકામ સુપરવાઇઝરની કાયમી નિમણુંક કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો