તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • અમરેલીની સંસ્થા દ્વારા કુંડલા અને રાજુલા હોસ્પિટલની મુલાકાત લેવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીની સંસ્થા દ્વારા કુંડલા અને રાજુલા હોસ્પિટલની મુલાકાત લેવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંસ્થાના પ્રતિનિધીઓએ આરોગ્ય ક્ષેત્રે પડતી તકલીફો અંગે ચર્ચા કરી

જનસ્વાસ્થ્ય અભિયાન નામની સંસ્થા દેશ લેવલે આરોગ્ય ક્ષેત્રમા કામ કરી રહી છે. સંસ્થા માનવ અધિકાર આયોગ સાથે સંકળાયેલ છે. દર્દીઓને સરકારી દવાખાનાઓમા ખાસ કરીને ગ્રામ્ય લેવલે દવાઓ પુરતા પ્રમાણમા મળી રહે છે કે કેમ દર્દીઓને નિષ્ણાંત ડોકટરોની સેવા સરકારી દવાખાનાઓમા મળે છે કે કેમ વિગેરે કામગીરી કરે છે ત્યારે સંસ્થાના પ્રતિનિધિઓએ અમરેલીની મુલાકાત લઇ એક બેઠકનુ પણ આયોજન કર્યુ હતુ.

સંસ્થાના શ્રીમતી રેણુબેન, જગદીશભાઇ પટેલે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી હતી. બેઠકમાં ખાસ કરીને પ્રસુતા બહેનોને અપાતી સગવડ અને તાલુકા લેવલે બ્લડ વિના અને નિષ્ણાંત ડોકટરોના અભાવે પડતી તકલીફો વિશે ચર્ચા કરવામા આવી હતી.

ડો. જી.જે.ગજેરા, શ્રીમતી રેણુકાબેન, જગદીશભાઇ સહિતે સાવરકુંડલા અને રાજુલા હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાંના અધિક્ષકો સાથે દર્દીઓની સગવડતા વિશે માહિતી મેળવી બંને જગ્યાએ નિષ્ણાંત ડોકટરોની જગ્યા ખાલી જોવા મળી હતી.

સાવરકુંડલામા સ્ત્રીરોગ નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટ અને બાળરોગ નિષ્ણાંતની જગ્યા ખાલી છે જે પ્રસુતિ માટે અને ખાસ કરીને સીઝેરીયન સેકશનમા ઓપરેશન તથા ગર્ભાશયના ઓપરેશનમા જરૂરી હોય છે. બંને જગ્યાએ બ્લડ સ્ટોરેજની વ્યવસ્થા નથી એટલે ફરજીયાત પ્રસુતા બહેનોને અમરેલી રિફર કરવા પડે છે.

રાજુલા સરકારી હોસ્પિટલ અપગ્રેડ કરી છે પરંતુ અહી નિષ્ણાંત તબીબો નથી જેના કારણે દર્દીઓને મહુવા કે અમરેલી રિફર કરવા પડે છે. અંગેનો રિપોર્ટ સંસ્થા દ્વારા આરોગ્ય વિભાગને આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો