તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં મોડી સાંજે ઝરમર વરસાદ પડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી

અમરેલીજિલ્લામા છુટીછવાઇ મેઘમહેર શરૂ છે. જો કે આજે અમરેલી શહેરમા બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ચડી આવ્યા પરંતુ અહી સાંજના સુમારે માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ખેડૂતો પણ એક સારો વરસાદ થાય તેવી આશા રાખીને બેઠા છે.

અમરેલી શહેરમાં આજે બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ચડી આવ્યા હતા પરંતુ અહી સાંજના સુમારે માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો. જો કે જિલ્લામા અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ખાંભા, રાજુલા પંથકમા સારી એવી મેઘમહેર થઇ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસથી વરૂણ દેવે વિરામ લીધો હોય અને વરાપ થતા ખેડુતો પણ ખેતી કામમાં લાગી ગયા હોય અને અમરેલી શહેરમાં મોડી સાંજનાં ઝરમર વરસાદ પડતા લોકોમાં ફરી વરસાદ પડશે તેવી આશા જાગી હતી. અને વરસાદ બાદ વાતાવરણ ઠંડકમય બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો