તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં ગણેશ મહોત્સવની ધુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરતી, પ્રસાદ, ધુન, બટુક ભોજન લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા

રાજુલાશહેરમાં વિવિધ મંડળો દ્વારા શેરી મહોલ્લાઓ અને સોસાયટીમા ગણેશજીનુ સ્થાપન કરી ગણેશ મહોત્સવની ધુમ ઉજવણી કરવામા આવી રહી છે. અહી દરરોજ ગણેશ પુજન, આરતી, પ્રસાદ, કથા, ડાયરો સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યું છે. રાજુલામા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામા આવી રહી છે. અહી શેરી મહોલ્લાઓમા ગણેશ સ્થાપના કરવામા આવી છે. અહી સવારે અને સાંજે આરતી, થાળ કરી ગણેશજીની આરાધના કરવામા આવી રહી છે. મહિલા મંડળો દ્વારા પણ ધુન કિર્તન યોજાઇ રહ્યાં છે.

શહેરમાં શિવમ ગૃપ, જીવાબાવાનો ચોક, બાપા સીતારામ ગૃપ, શિવજી ચોક યુવક મંડળ, આંબેડકર યુવા ગૃપ, લોકહિત ગૃપ, કુંભારવાડા વિસ્તાર, હવેલી ચોક, હઠીલા હનુમાન, જય માતાજી ગૃપ, કોટેશ્વર મહાદેવ, સવિતાનગર સહિતના વિસ્તારોમા ગણેશ મહોત્સવની ધુમ ઉજવણી ચાલી રહી છે. અહી આસપાસના ઉદ્યોગોમા પણ ગણેશ સ્થાપના કરવામા આવી છે. અહી મહોત્સવ દરમિયાન પીઆઇ ચેતરીયા સહિત સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામા આવી રહ્યો છે.

ઠેર ઠેર આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા તસ્વીર- કે.ડી.વરૂ

ગણપતિ બાપાને અનોખો શણગાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો