તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાના ઘાંચી આધેડને તલવાર પાઇપના ઘા ઝીંકાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગાઉના મનદુખમાં3 શખ્સોએ સરાજાહેર હુમલો કર્યો

રાજુલાનામફતપરા વિસ્તારમા રહેતા એક ઘાંચી આધેડ પર અગાઉ થયેલી બોલાચાલીનુ મનદુખ રાખી ત્રણ શખ્સોએ માથામા તલવારનો ઘા ઝીંકી પાઇપ વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

ત્રણ શખ્સો દ્વારા આધેડ પર તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારથી ખુની હુમલો કરવાની ઘટના રાજુલાના મફતપરા વિસ્તારમા બાપા સીતારામના ઓટલા પાસે ગઇરાત્રે આઠેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ અહીના મફતપરામા રહેતા હારૂનભાઇ નાનજીભાઇ કલાણીયા (ઉ.વ.50) નામના ઘાંચી આધેડ પર આજ વિસ્તારમા રહેતા હબીબ કાળુ, યાસીન ઇકબાલ અને મુનાફ જીવા નામના શખ્સોએ હુમલો કર્યો હતો.

તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેય શખ્સો સાથે તેમને અગાઉ બોલાચાલી થઇ હતી જેનુ મનદુખ રાખી આજે યાસીન ઇકબાલે તેના માથામા તલવારનો ઘા માર્યો હતો.

એટલુ નહી બાકીના બંને શખ્સો પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે તેના પર તુટી પડયા હતા. હારૂનભાઇને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. બનાવ અંગે ઇન્ચાર્જ પીઆઇ એસ.વી.આચાર્ય તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો