• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલાના વિસળીયા ગામે સાવજો ત્રાટક્યાં, 35થી વધુ બકરાને ફાડી ખાધા

રાજુલાના વિસળીયા ગામે સાવજો ત્રાટક્યાં, 35થી વધુ બકરાને ફાડી ખાધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામડાઓમા ઘુસી આવે છે. ત્યારે ગઇકાલે અહીના વિસળીયા ગામમા પણ સાવજો આવી ચડયા હતા અને 35થી વધુ બકરાઓનુ મારણ કરી મિજબાની માણી હતી. અહી રહેતા પશુપાલક આતુભાઇ બીજલભાઇ શિયાળે પોતાની માલિકીના બકરા નદી કાંઠે એક વાડામા રાખ્યા હતા. ગતરાત્રીના વરસાદ શરૂ હોય કોઇ વાડામા ગયુ ન હતુ. સાવજો આ વાડામા ઘુસી ગયા હતા અને એકસાથે 35થી વધુ બકરાઓનુ મારણ કર્યુ હતુ. અનેક બકરાઓ ભાગીને નદીમા પણ તણાઇ ગયા હતા. ઘટનાની જાણ સરપંચ વિક્રમભાઈ શિયાળને થતા તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. અને વનતંત્રને જાણ કરવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી. ફોરેસ્ટગાર્ડ મંગાભાઈ ધાપા તથા ધીરુભાઈ સરવૈયા પણ તુરંત દોડી ગયા હતા. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

અધિકારીઓને જાણ થતાં સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. તસ્વીર: કે.ડી.વરૂ

ચારે તરફ પાણી હોવાને કારણે બકરા બહાર ન નિકળી શક્યા- RFO
રાજુલા આરએફઓ રાજલ પાઠક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં રાત્રે પાણી આવી ગયું હોય જેના કારણે બકરા જોકની બહાર નીકળી ન શક્યા જેના કારણે 35 બકરાનો શિકાર થયો હતો. અને હું અને મારી ટીમ ઘટના સ્થળે તપાસ કરવા માટે ગયા હતા. આગામી દિવસોમાં તેમનુ વળતર વહેલી તકે મળી જાય તેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...