તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • નવી જુની માંડરડી અને ઝાંપોદરમાં જ્યોતિગ્રામ વિજળીની ધાંધીયા

નવી જુની માંડરડી અને ઝાંપોદરમાં જ્યોતિગ્રામ વિજળીની ધાંધીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો સુધી વિજળી નિયમિત પહોંચાડવાની ગુલબાંગો પોકારવામા આવી રહી છે. પરંતુ રાજુલા તાબાના જુની નવી માંડરડી તેમજ ઝાપોદર ગામે ધારનાથ જયોતિગ્રામ યોજનામાથી છેલ્લા બે વર્ષથી વિજળીની ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. અનેક વખત રજુઆત છતા કોઇ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે. રાજુલા તાબાના નવી જુની માંડરડી ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતુ કે નવી જુની માંડરડી ગામે ધારનાથ જયોતિગ્રામ યોજનામાથી વિજળી મળે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વિજ ધાંધીયા કરવામા આવી રહ્યાં છે. આ પ્રશ્ને અગાઉ પણ કાર્યપાલક ઇજનેરને લોક દરબારમા રજુઆત કરવામા આવી હતી. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આવી જ સ્થિતિ ઝાપોદર ગામની પણ જોવા મળી રહી છે. અહી પણ ત્રણેક વર્ષથી વિજળીના ધાંધીયા જોવા મળી રહ્યાં છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આગરીયા ફિડર અથવા રાજુલા આગરીયા રોડ પરથી આપવા માંગણી કરવામા આવી છે. આ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો નાછુટકે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.

રજુઆત છતા કોઇ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમા રોષ. તસ્વીર: કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...