તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલા શહેરમાં વરૂણદેવને રિઝવવા હવન કરાયો , જોકે ગામ બંધ ન રહ્યું

રાજુલા શહેરમાં વરૂણદેવને રિઝવવા હવન કરાયો , જોકે ગામ બંધ ન રહ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા દર વર્ષે વરૂણ દેવને રિઝવવા માટે હવન કમિટી દ્વારા કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિરે હવનનુ આયોજન કરાય છે. આ વર્ષે આજે આ હવનનુ આયોજન કરાતા મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. જો કે દર વર્ષની જેમ આ વર્ષે વેપારીઓએ બંધ પાળ્યો ન હતો. રાજુલામા કુંભનાથ સુખનાથ હવન કમિટી દ્વારા આજે વરૂણ દેવને રિઝવવા આ હવન યોજવામા આવ્યો હતો. કમિટીના સભ્યોએ મંદિરના પ્રાંગણમા આ હવન યોજી વરૂણદેવને વહેલી તકે પધારવા વિનંતી કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા, સુરેશભાઇ તારપરા, દીનેશભાઇ પારેખ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને દિવસ દરમિયાન ભાવિકોની ભારે ભીડ રહી હતી. દર વર્ષે વેપારીઓ હવન બાદ અડધો દિવસ બંધ પાળે છે. જો કે આજે વેપારીઓ દ્વારા બંધ પાળવામા આવ્યો ન હતો.

વરૂણ દેવને રિઝવવા હવન યોજાયો હતો. તસ્વીર: કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...