તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલા તાલુકાનાં વિકટરમાં ગ્રામજનોએ સ્વખર્ચે ગટરની સફાઇનું કામ શરૂ કર્યુ

રાજુલા તાલુકાનાં વિકટરમાં ગ્રામજનોએ સ્વખર્ચે ગટરની સફાઇનું કામ શરૂ કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના વિકટર ગામે ગટરની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ આજદિન સુધી લેબર ક્વાર્ટર વિસ્તારમાં ગટર બનાવી જ નથી. ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી પરંતુ હજુ ધોધમાર વરસાદ થયો નથી. પરંતુ ગયા વર્ષે ચોમાસા દરમિયાન બે-ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. તેમજ લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. છતાં આજદિન સુધી ગ્રામપંચાયત દ્વારા ભેદભાવ રાખી આ વિસ્તારમાં ગટર બનાવવામાં આવી નથી. આ વિસ્તારના વિકટર ગ્રામપંચાયતના સદસ્ય શોભાબેન રણછોડભાઈ બાંભણિયા દ્વારા જણાવાયું હતુ કે ગટર અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ જો ગટર બની જાય તો સરપંચની રાજનીતિનો મુદ્દો પૂરો થઈ જાય કારણે ગટરના કારણે આ વિસ્તારના લોકોમાં કુટુંબોમા અંદરો અંદર ઝગડાઓ થાય છે. આથી હવે આ વિસ્તારના રહીશો દ્વારા ગ્રામપંચાયતના ભરોસે રહેવાનાં બદલે જાત મહેનતે જ પોતાના ખર્ચે બનાવવાનો નિર્ધાર કરી લીધો આ વિસ્તારના રહીશો દ્વારા ફાળો ઉઘરાવી ગટર બનાવવાનું નક્કી કર્યું છે.

ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી. તસ્વીર: રણછોડ બાંભણીયા

અન્ય સમાચારો પણ છે...