તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • રાજુલા, જાફરાબાદ પંથકમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની કુંડીઓ ભરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા, જાફરાબાદ પંથકમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની કુંડીઓ ભરવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંગલ અને બૃહદગીર વિસ્તારમાં ઉનાળામાં પ્રાણીઓને મુશ્કેલી પડે તે માટે રજૂઆત

રાજુલાજાફરાબાદ પંથકમા રેવન્યુ વિસ્તારમા અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. હાલ ઉનાળામા આકરી ગરમી પડવાની શરૂઆત પણ થઇ ચુકી છે. ત્યારે અહી વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીના પોઇન્ટમા પાણી ભરવામા આવે તેવી વન્યપ્રાણીપ્રેમી દ્વારા માંગણી કરવામા આવી છે.

ખાંભાના વન્યપ્રાણી પ્રેમી ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ પંથકમા છેલ્લા કેટલાક સમયથી અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યાં છે. અહી જુદાજુદા વિસ્તારોમા વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓને પીવા માટે પાણીની કુંડીઓ પણ બનાવવામા આવી છે. પરંતુ હાલ અનેક કુંડીઓમા તિરાડો પડી ગઇ હોવાથી અને તેમા પાણી અનિયમિત ભરવામા આવતુ હોવાથી વન્યપ્રાણીઓને પાણી પીવા માટે મુશ્કેલી પડી રહી છે.

જંગલમાં પણ કુંડીઓમાં પાણી ભરવામાં આવે

રેવન્યુવિસ્તાર તેમજ બૃહદગીર વિસ્તારમા હાલ અનેક કુંડીઓ ખાલીખમ જોવા મળી રહી છે. ત્યારે જંગલ વિસ્તાર અને બૃહદગીર વિસ્તારમા આવેલ કુંડીઓમા પણ પાણી નિયમિત ભરવામા આવે તેવી વ્યવસ્થા કરવામા આવે તે જરૂરી બન્યું છે.

અનેકનદી તળાવો કોરા ધાકોડ

ચોમાસાદરમિયાન અનેક વિસ્તારો એવા છે કે જયાં અપુરતો વરસાદ પડયો છે જેને પગલે નદી તળાવો અને ચેકડેમો ખાલીખમ છે. ત્યારે આવા વિસ્તારોમા વન્યપ્રાણીઓને પીવાનુ પાણી સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામા આવે તેવી પણ માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો