તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • રાજુલામાં કિશોરને છરી ઝીંકી તેનો આક્ષેપ ભાજપ આગેવાન પર નાખવા દબાણ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં કિશોરને છરી ઝીંકી તેનો આક્ષેપ ભાજપ આગેવાન પર નાખવા દબાણ કર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માથાભારે શખ્સે ગઇકાલે ભાજપ આગેવાનને પણ છરી મારી લૂંટ ચલાવી હતી

રાજુલાનાહીંડોરણામાં ગઇકાલે એક કાઠી શખ્સે ભાજપના મહામંત્રી પર અગાઉ થયેલી ફરીયાદનું મનદુ:ખ રાખી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા બાદ શખ્સે ગામના એક કિશોરને પણ ખભા પર છરીનો ઘા મારી હુમલો ભાજપના કાર્યકરે કર્યો હોવાની ખોટી ફરીયાદ કરવા તેને હોસ્પિટલમાં પણ દાખલ કરી દેતા આખરે પોલીસે કાઠી શખ્સ સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

રાજુલાના છતડીયા રોડ પર કિશોર પર છરી વડે હુમલાની ઘટના ગઇ સાંજે છએક વાગ્યાના સુમારે બની હતી. અહિંના શીવા વાલા ધાખડા નામના શખ્સે મોટર સાયકલ પર અન્ય એક વ્યક્તિને સાથે લઇ જઇ જાફરાબાદમાં કોળીવાડમાં રહેતા અને ભાજપના મહામંત્રી તરીકે કામ કરતા અશોકભાઇ રાજુભાઇ બારૈયા પર છરી વડે હુમલો કર્યો હતો.

અશોકભાઇએ અગાઉ જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ કરી હોય તેનું મનદુ:ખ રાખી શખ્સે તેમને પાઇપના ઘા માર્યા હતાં અને હાથ પર છરી મારી ઇજા પહોંચાડી હતી. કારમાં પણ તોડફોડ કરી આઠ હજારની લુંટ કરતા રાજુલા પોલીસે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ શીવા વાલા ધાખડાએ કાવતરૂ રચી અશોકભાઇ બારૈયા સામે ગુનો દાખલ કરાવવાના ઉદેશથી રાજુલાના વિજય રમેશ રાઠોડ નામના 17 વર્ષીય કિશોરને મોટર સાયકલ પર છતડીયા રોડ પર આવેલી બાવળની એક કાંટમાં લઇ ગયો હતો અને તેના ખભા પર છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. એટલુ નહી બાદમાં હુમલો અશોકભાઇ બારૈયાએ કર્યો છે તેવી ખોટી ફરીયાદ કરવાનું કહી કિશોરને સારવાર માટે રાજુલા દવાખાને મોકલ્યો હતો. જો કે કિશોરે શીવા ધાખડા સામે ફરીયાદ નોંધાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો