તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • અવનવું | સરગવો, તરબુચ, ગુંદાનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવનવું | સરગવો, તરબુચ, ગુંદાનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેટલાયએવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચોમાં જમીન વેચી નાખે છે. રાજુલા જાફરાબાદમાં ઉદ્યોગના કારણે પ્રકારનું અવારનવાર જોવા મળે છે. પરંતુ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત છે. તેમણે 40 વીઘા જમીનમાં અનોખું વાવેતર કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે સામે આવ્યા છે અહીં તરબૂચ,સરઘવો,ગુંદા,ટામેટા,લીંબુ, ચીકુ વગેરે સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

પીઠાભાઇ ખુદ ખેતીમાં સતત મહેનત કરી રહ્યાં છે દરરોજ બપોર બાદ સાંજના સમયે તેમની ખેતી જોવા માટે બહાર ગામથી ખેડૂતો અહીં આવે છે અને નવાયની વાત તો છે પ્રથમ ખેતી અને જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો ખેતી આસપાસ જોવા મળતો નથી ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. અહીં પોતે અવાર નવાર ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડે છે કેવા પ્રકારની ખેતી હોવી જોઇએ કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને ફાયદો થાય છે વિગેરે શિબિરો પણ અહીં તેમની વાડીમાં અવારનવાર જોવા મળે છે. ત્યારે હાલમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે નામ રોશન કર્યું છે. સાથે સાથે રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષમાં વર્ષો પહેલા તેમના પિતા ખોડાભાઈ નકુમ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને ખેડૂત તરીકે સારું એવું પ્રભુત્વ ધરાવે છે. બીજી તરફ ખેતી પ્રત્યે તેમને અને તેમના પરિવારને ખેતી કરવાનો શોખ પણ છે. વર્ષોથી નકુમ પરિવાર ખેતી આધુનિક કરવામાં સફળ છે

તરબૂચ,સરઘવો,ગુંદા,ટામેટા,લીંબુ, ચીકુ વગેરે સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. તસ્વીર: કે.ડી.વરૂ

જુની બારપટોળીના પ્રગતિશીલ ખેડૂતની આધુનિક ખેતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો