• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • કથીવદપરામાં 3 શખ્સોએ મહિલાની છેડતી કરી અને પતિને મુંઢ માર માર્યો

કથીવદપરામાં 3 શખ્સોએ મહિલાની છેડતી કરી અને પતિને મુંઢ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાના કથીવદપરામાં રહેતા દંપતિ બાઇક લઇ જઇ રહ્યુ હતુ આ દરમિયાન રસ્તામાં ત્રણ શખ્સોએ બાઇક ઉભુ રખાવીને હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ગળાના ભાગે નખ મારીને શખ્સોએ ઇજા પહોચાડી હતી. રાજુલા તાલુકાના કથીવદપરામાં રહેતા હંસાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.30) નામની મહિલા તેના પતિ સાથે બાઇક લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વિષ્ણુ શામજી નામના શખ્સે તેઓની બાઇક રોકાવીને મહિલાના ગળાના ભાગે નખ મારીને ઉજરડા કરીને પાટુ મારી દીધુ હતુ. પત્નીને ઇજા પહોચાડતા વચ્ચે પડેલા તેના પતિ ગોવિંદભાઇ સોલંકીને નાગજી સોમાત બાંભણીયા, વિષ્ણુ શામજી અને બાવચંદ સોમાત નામના ત્રણ શખ્સોએ મળીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. અને મહિલાની છેડતી કરવાના ઇરાદે નિર્લજ હુમલો કરીને ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી હતી. આ બાદ મહિલાએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરૂધની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષેથી રૈયાબેન વિષ્ણુભાઇ શિયાળ નામની મહિલાએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ વિષ્ણુભાઇને ગાડીની સાઇડ આપવા બાબતે ગોવિંદ દેવાયતા સોલંકી, હંસાબેન ગોંવિદ સોલંકી, મનુ દેવાયત, મુક્તાબેન મનુ અને શાન્તુબેન દેવાયત નામના પાંચ શખ્સોએ મળીને મુઢ મારમારીને એકબીજાએ મદદગારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...