માંડળ ગામે નેરડીનાં પાણીનાં નિકાલ બાબતે રજુઆત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના માંડળ ગામે આવેલ નેરડીના પાણીના નિકાલ અંગે તેમજ અમુક માથાભારે શખ્સોએ નેરડીની જમીન પોતાના કબજામા ભેળવી કબજો કરેલ હોય આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે.

માંડળના દુલાભાઇ હડીયા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે નેરડી ગૌચરમાથી દક્ષિણ તરફ આવતા ગામમા પાણી ભરાય છે અને આ નેરડીની જે જગ્યા છે તે આ ગામના માથાભારે માણસોએ તેમજ ગામના આગેવાનોએ આ પાણીના નિહારની જગ્યા મરડી પોતાની માલિકીની બનાવી નાખેલ છે.

રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે જમીન ગૌચરણમા જવા માટે માલઢોર તેમજ કોઇપણ માણસ પણ ચાલી શકે તેમ નથી તેમજ તમામ જે નેરડીની જગ્યા છે તે ખેડૂતને શેઢે આવેલી છે તે લોકોએ તેમજ ગ્રામ પંચાયતના કહેવાતા આગેવાનોએ દબાણ કરી છે. આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...