• Home
  • Saurashtra
  • Amreli District
  • Rajula
  • Rajula - જાફરાબાદ તાબાનાં ભાકોદરમાં કંપની સામે ગ્રામજનોનું આંદોલન યથાવત

જાફરાબાદ તાબાનાં ભાકોદરમાં કંપની સામે ગ્રામજનોનું આંદોલન યથાવત

આસપાસના આગેવાનો છાવણીની મુલાકાતે : ગામ લોકોમાં સ્વાન કંપની સામે રોષ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Rajula - જાફરાબાદ તાબાનાં ભાકોદરમાં કંપની સામે ગ્રામજનોનું આંદોલન યથાવત
રાજુલા જાફરાબાદ પંથકમા ઉદ્યોગો સામે હવે દિવસે દિવસે વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે. અને ધીમે ધીમે ઉદ્યોગો સામે સ્થનિક લોકો બાયો ચડાવે છે. ત્યારે જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામમા આવેલ સ્વાન એનર્જી કંપની સામે ગામ લોકો વિરોધ કરી કંપની હટાવવાની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ તંત્રએ 4 દિવસની મંજૂરી આપી છે.

અગાઉ 100 થી 200 લોકોની અટકાયત કરી હતી. અને ત્યાર બાદ ફરી કંપની સામે આંદોલન ચાલુ થયું છે. ગામના મોટાભાગના લોકો રોજગારી સહીત વિવિધ પ્રશ્ને આંદોલન કરી રહ્યા છે. હાલમાં છાવણીની મુલાકાતે આસપાસના ગામોના અગ્રણી સહીત રાજકીય નેતાઓ પણ સમર્થન આપવા આવી રહ્યા છે. આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેતો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ લાચાર જોવા મળી રહ્યું છે.

કંપની રાજકીય વગ ધરાવતી હોવાને કારણે ગામ લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. ગામના ઉપસરપંચ સહીત ગ્રામજનોએ મોરચો માંડ્યો છે આવતા દિવસોમાં આંદોલન વધુ મજબૂત બને તેવી શક્યતા જોવા મળી રહી છે. હાલમાં પોલીસ તંત્ર પણ તમામ ગતિવિધિ પર નજર રાખી રહી છે. સ્વાન કંપની હટાવવાની ગ્રામજનો જીદ પકડી છે. આવતા દિવસો કંપની અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

X
Rajula - જાફરાબાદ તાબાનાં ભાકોદરમાં કંપની સામે ગ્રામજનોનું આંદોલન યથાવત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App