Home » Saurashtra » Amreli District » Rajula » Rajula - સરકારનાં સ્વચ્છતા હી સેવા હૈના મિશન અંતર્ગત રાજુલામાં સફાઇ અભિયાન

સરકારનાં સ્વચ્છતા હી સેવા હૈના મિશન અંતર્ગત રાજુલામાં સફાઇ અભિયાન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM

મુકિતધામનું નવિનીકરણ કરવામાં આવ્યું : ભાજપની ટીમ દ્વારા કાર્યક્રમ

  • Rajula - સરકારનાં સ્વચ્છતા હી સેવા હૈના મિશન અંતર્ગત રાજુલામાં સફાઇ અભિયાન
    આજ રોજ રાજુલા શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા હેના મિશન અંતર્ગત રાજુલા શહેરના મુક્તિધામમા સ્વચ્છતા અભિયાન કરવામાં અવ્યું હતું.

    રાજુલા મુક્તિધામમાં પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા તેમજ મારુતિ ગ્રૂપ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની સુચનાથી ભાજપ પરિવાર દ્વારા મોક્ષધામની અંદર તેમજ હોલ, સ્નાનગ્રૂહ, ગ્રાઉન્ડ, બાકડા વિગેરે જગ્યામા ખૂબ સુંદર રીતે સફાઈ કાર્ય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજુલા શહેરના તેમજ ભાજપ ટીમના માર્ગદર્શક જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની વિશેષ ઉપસ્થિતિમા કરાયુ હતુ. આ કાર્યક્રમનું આયોજન રાજુલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, મહામંત્રી બાબુભાઈ વાણિયા, મહેશગીરી ગોસ્વામી તેમજ શહેર ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.ભાજપના ઉપસ્થિત કાર્યકર્તાઓમા પીઠાભાઇ નકૂમ, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, બક્ષીપંચ મોરચાના ડો. હડિયા, પરેશભાઈ લાડુમોર, યુવા પ્રમુખ હર્ષ વસોયા સહિતનાં હાજર રહ્યા હતા. તસ્વીર- કે.ડી.વરૂ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ