તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીયા શેત્રુંજીનાં પટ્ટમાંથી ખનીજ ચોરી ઝડપી લેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 ટ્રક મળી 21 લાખનો મુદ્દામાલ કબજે

અમરેલીખાણ ખનીજ વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ લીલીયાના લોકા ગામ નજીક આવેલ શેત્રુંજી નદી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ તપાસ કરતા ખનીજ ચોરી કરતા ત્રણ ટ્રકો ઝડપી પાડતા નદી વિસ્તારના ભૂમાફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ ટ્રક મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે કરી લીલીયા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જો કે હજુ પણ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી રાહે વોચ રાખી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી પકડે તેવી શક્યતા જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા બેફામ રેતી ચોરી કરતા તત્વોને ઝડપી લેવા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે તેમ છતા પ્રવૃતિ બંધ થવાનુ નામ લેતી નથી અને અવારનવાર રેતી ચોરી ઝડપાતી રહે છે. વારંવાર ખનીજ ચોરી થતી હોવાની રજુઆત મળતા અંતે ખનીજ વિભાગે રેતી ચોરી કરનારાઓ સામે લાલ આંખ કરી છે.

અન્ય સમાચારો પણ છે...