તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં ગાયત્રી પરિવારની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર જિલ્લાનાં 100 થી વધુએ ભાગ લીધો

અમરેલીજિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનનની એક બેઠક ગાયત્રી શક્તિપીઠ રાજુલામાં મળી હતી. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અને બોટાદ જિલ્લાના 100થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક ગુજરાત ઝોન સંયોજક અશ્વિનભાઇ જાનીની અધ્યક્ષતામાં મળી હતી.

તાજેતરમાં અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનની એક બેઠક રાજુલામાં ગાયત્રી શક્તિપીઠમાં મળી હતી. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અને બોટાદ જિલ્લાના 100થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં ગ્રામ્ય તિર્થયાત્રા કાર્યક્રમની પ્રગતિ, ગાયત્રી જયંતિની શાનદાર ઉજવણી, ભારતીય સંસ્કૃતિ, શાન પરિક્ષા અને ગુરૂપૂર્ણિમાના ત્રિવિધ સાધનાના કાર્યક્રમોની વિશદ છણાવટ કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિ શાન પરિક્ષાના રાજ્ય અધ્યક્ષ શંકરભાઇ પટેલે આગામી પરીક્ષા લક્ષી પ્રશ્નોના સ્થળ પર ઉકેલ આપી આગામી પરીક્ષામાં ગત વર્ષ કરતા દોઢગણા વિદ્યાર્થીઓ પરિક્ષા આપે તેવો તમામ જિલ્લા પાસે આગ્રહ રાખ્યો હતો. અમરેલી ઉપઝોનલ સંયોજક જે.વી.આચાર્યએ સુદ્રઢ સંગઠન વધારવા પર ભાર મુકવા, સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે જીએસટીના વિવિધ મુદ્દાઓ પર ટ્રસ્ટીઓનું ધ્યાન દોરી ગત માસ સુધીના હિસાબો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રાજુલાના એ.એસ.આઇ. અરૂણભાઇ ત્રિવેદીનું ખેસ અર્પણ કરી ઝોનલ સંયોજકે બહુમાન કર્યું હતું. સાથે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં રાજ્યકક્ષાએ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીનું બહુમાન કરી પુરસ્કાર અપાતા તેમના શિક્ષક શ્રીમતિ સીમાબેન પંડ્યાએ તેનો સ્વીકાર કર્યો હતો. તમામ કાર્યક્રમનું સંચાલન બીપીનભાઇ ભરાડ, ભરતભાઇ આચાર્ય, મહેશભાઇ મહેતાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...