• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગાત્મક કાર્યક્રમો યોજાયા

રાજુલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગાત્મક કાર્યક્રમો યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન

રાજુલામાકન્યાશાળા-1,2 અને 3 પ્રાથમિક શાળાઓમા કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. અહી વિષય જ્ઞાતા તરીકે પુર્વ પ્રિન્સીપાલ ટી.જી.માંડલીયા, ચેતનભાઇ પાઠક, પંકજભાઇ લશ્કરી દ્વારા વિવિધ પ્રયોગો દ્વારા અભ્યાસલક્ષી જ્ઞાન પ્રદાન કર્યુ હતુ. ડાયરેકટર નિલેશભાઇ પાઠક દ્વારા સંસ્થામા થતી પ્રવૃતિઓની વિસ્તૃત માહિતી આપી હતી. રાજુલા તાલુકા બીઆરસી શશીભાઇ રાજયગુરૂ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળતા પ્રદાન કરવા સહયોગ આપ્યો હતો. કન્યાશાળા-1ના આચાર્યા જયોતીબેન મહેતા, હર્ષાબેન વ્યાસ, મીનાક્ષીબેન વૈષ્ણવ, જસુમતીબેન તેરૈયા, રેખાબેન પંડયા, જયોતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કન્યાશાળા-2મા આચાર્ય મનીષકુમાર વાઘેલા, પ્રતિકકુમાર ત્રિવેદી, ચંદ્રિકાબેન ધકાણ, રંજનબેન ગરનારા, નસીમબેન પઠાણ, મયુરીબેન પંડયા, હસુમતીબેન પટેલ, બ્રિન્દાબેન સહિત ઉપસ્થિત રહ્યાં હતા જયારે કન્યાશાળા-3મા આચાર્ય લાલજીભાઇ સિંધવ, ધનકુંવરબેન વાઢેર, વંદનાબેન, જાગૃતિબેન સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...