રાજુલામાં અધિકારીઓના ઘર પાસે ગંદકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીફ ઓફિસરને રજૂઆત છતા સફાઇની કોઇ કામગીરી નહી

સમગ્રદેશમા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જો કે રાજુલા શહેરમા અભિયાનની જાણે કોઇ અસર દેખાતી હોય તેમ જોવા મળી રહ્યું છે. અહી અધિકારીઓના ઘર નજીક ખુલ્લી ગટર અને ખાડાઓમા ગંદકી ફેલાઇ રહી છે. પાલિકા દ્વારા સફાઇ અંગે કોઇ કાર્યવાહી કરવામા આવતા રહિશોમા પણ રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમા હજુ પણ અનેક વિસ્તારોમા ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. અહી મામલતદાર ચૌહાણ તેમજ એટીડીઓ નિમ્બાર્કના ઘર નજીક છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટર અને ખાડામા ગટરોનુ પાણી ઉભરાઇ રહ્યું છે. એટીડીઓ દ્વારા પણ ચીફ ઓફિસરને રજુઆત કરવામા આવી હોવા છતા સફાઇની કોઇ કામગીરી કરવામા નથી આવતી.

અહી ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ ભિતી સતાવી રહી છે. અહીના ગોકુળનગરમા વહેતી ગટરો અને ખાડાઓ નજરે પડી રહ્યાં છે. અહી મચ્છરોનો પણ ભારે ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી અધિકારીઓના કહેવાથી પણ જો પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો હોય તો સામાન્ય નાગરિકની રજુઆત તો શું થતુ હશે તેવો ઘાટ અહી જોવા મળી રહ્યો છે.

સફાઇ અભાવે ઉભરાતી ગટર તસ્વીર:કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...