પોલીટીકલ રીપોર્ટર | રાજુલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | રાજુલા

રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાનુ પ્રમુખ પદ મહિલા અનામત હોય આજે પ્રમુખની વરણી માટે બંને પાલિકાના સભ્યોની બેઠક મળતા જાફરાબાદ પાલિકાના પ્રમુખ તરીકે કોમલબેન બારૈયા અને રાજુલા પાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન વાઘેલાની બિનહરીફ વરણી કરાઇ હતી.

જાફરાબાદ નગરપાલિકામા તાજેતરમા ભાજપના તમામ 28 સભ્યો બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. અહી કોળી સમાજના આગેવાન કોમલબેન સરમણભાઇ બારૈયાની પ્રમુખ પદે વરણી કરવાનો બહુમત સભ્યોએ અગાઉથી જ નિર્ણય લઇ લીધો હતો. આજે પાલિકા ખાતે બેઠક મળતા કોમલબેન બારૈયા પ્રમુખ પદે બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. જયારે ઉપપ્રમુખ પદે કબીરભાઇ મોગલની બિનહરીફ વરણી થઇ હતી. બીજી તરફ આજે રાજુલા પાલિકા ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમા સભ્યોની બેઠક મળી હતી. અહી 28માથી 27 સભ્યો કોંગ્રેસના ચુંટાયા છે. પ્રમુખ પદના નામ અંગે રાત્રીના બે વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. અને આખરે મીનાબેન વાઘેલાનુ નામ નક્કી થયુ હતુ. આજે ચુંટણી વખતે તેમની સામે કોઇ ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ ચુંટાયા હતા. જયારે ઉપપ્રમુખ પદે શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઇ ધાખડાની વરણી કરાઇ હતી જેઓ પાલિકાના પુર્વ પ્રમુખ રામકુભાઇ ધાખડાના પુત્ર છે.

અન્ય સમાચારો પણ છે...