ક્રાઇમ રીપોર્ટર | રાજુલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | રાજુલા

રાજુલામા આવેલી આદર્શ નિવાસી શાળામા ધોરણ-9મા અભ્યાસ કરતા કિશોરને 12 જેટલા સાથી છાત્રોએ રૂા.500 ગુમ થવાના મુદે બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા રાજુલા પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.

આદર્શ નિવાસી શાળાના છાત્ર પર હુમલાની આ ઘટના રાજુલામા દસેક દિવસ પહેલા બની હતી જે અંગે આખરે ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

મહુવા તાલુકાના રાણીવાડા ગામનો પંદર વર્ષનો કિશોર અહી હોસ્ટેલમા રહી ધોરણ-9મા અભ્યાસ કરે છે. અન્ય એક છાત્રના રૂા.500 ગુમ થયા હોય જે પૈસા રાણીવાડાના કિશોરે ચોર્યા હોવાની શંકા રાખી આ હુમલો કરાયો હતો.

આ જ સ્કુલમા ભણતા 12 છાત્રોએ ટોળા સ્વરૂપે ધસી જઇ તેને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી અને જો આ અંગે ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. ઘાયલ કિશોરને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જે અંગે તેણે રાજુલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...