તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાકટર તરીકે કામ કરી રાજકીય રોટલા શેકાઇ રહ્યા છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાં આહિર સમાજની વિશાળ રેલી : આવેદન અપાયું

આહિર સમાજને થતી કનડગત અંગે હિરાભાઇનાં જમાઇ સામે પગલાં લો

રાજુલાજાફરાબાદ ખાંભા વિસ્તારના આહિર સમાજના આગેવાનોએ આજે રાજુલાના આહિર ભવન ખાતેથી એક વિશાળ રેલી કાઢી રાજુલાના પ્રાંત અધિકારીને પ્રજાપતિને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમા આહિર સમાજે રજુઆત કરી હતી કે વિસ્તારમા આહિર સમાજની વસતી ઓછી છે. અહીના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના જમાઇ ચેતનભાઇ શિયાળે સમાજના એક આગેવાન ઉપર અપહરણનો પરાણે કેસ દાખલ કરાવ્યો છે. આહિર સમાજે રજુઆત કરી હતી કે ચેતનભાઇ શિયાળ પીપાવાવ વિસ્તારમા કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે આહિર સમાજને ટાર્ગેટ બનાવે છે.

આહિર સમાજના લોકોને અવારનવાર હેરાન કરે છે જેથી તેની સામે યોગ્ય તપાસ થવી જોઇએ અને પગલા લેવાવા જોઇએ. રેલીમા બાબુભાઇ રામ, ભવાભાઇ વાઘ, ભાણાભાઇ વાઘ, શિવાભાઇ રામપરા, ભગવાનભાઇ વણજર, ભુપતભાઇ જોલાપર વિગેરે જોડાયા હતા. બીજી તરફ ચેતનભાઇ શિયાળે જણાવ્યું હતુ કે જેનુ અપહરણ થયુ હતુ તે યુવકનો પરિવાર મારી પાસે આવ્યો હતો. અને મે પરિવારને પોલીસ પાસે મોકલ્યો હતો. તેમા મે કશું ખોટુ કર્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...