રાજુલા શહેરમાંથી 14 પીધેલા ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાત શખ્સોએ કારમાં આવી પાઇપના ઘા માર્યા : કામ અટકાવવા કર્યો પ્રયાસ

ભટ્ટવદરમાં હાઇવે નજીક કામદારો પર ટોળાંનો હુમલો

ગતરાત્રીના દિવ તરફથી વાહનો લઇ નશો કરીને આવી રહ્યા હતા

જાફરાબાદતાલુકાના ભટ્ટવદર ગામ નજીક નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યુ છે ત્યારે મીઠાવદર ગામના સાત શખ્સોએ અહિં કારમાં ધસી આવી હાઇવેનું કામ કરી રહેલા કર્મચારીઓને અમારા ખેતરમાંથી રોડનું કામ કરશો નહી તેમ કહી પાઇપ વડે હુમલો કરી માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. નેશનલ હાઇવેનું કામ અટકાવવાનો પ્રયાસ કરવાની ઘટના જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામની સીમમાં ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હાલ ઉનાના અને મુળ ઉત્તરપ્રદેશના શરદપ્રકાશ વિજયકુમાર ત્રિવેદી (ઉ.વ. 48) સહિતના કર્મચારીઓ અહિં હાઇવે બનાવવાનું કામ કરે છે. તેમની સાથે અન્ય કર્મચારીઓ અને મજુરો કામ કરી રહ્યા હતા ત્યારે મીઠાપુરનો બાબુ, સુરેશ અને અમકુ નામના શખ્સો ઉપરાંત ચાર અજાણ્યા શખ્સો કાર નં. જી જે 14 એએ 8488 લઇ ત્યાં ધસી આવ્યા હતાં.

સાતેય શખ્સોએ નેશનલ હાઇવેનું કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને શરદપ્રકાશ ત્રિવેદી તથા અન્ય લોકો પર હુમલો કરી પાઇપના ઘા મારી ઇજા પહોંચાડી હતી. ટોળાએ અમારા ખેતરમાં હાઇવેનું કામ કરશો તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જે અંગે તેમણે નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.બી. વસૈયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...