રાજુલાની મહિલા પર લાકડી વડે હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાની મહિલા પર લાકડી વડે હુમલો

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીતાલુકાના સરંભડા ગામે રહેતા વૃધ્ધાને અહી રહેતા ચાર શખ્સોએ પાણી ભરવા બાબતે માર માર્યો હતો. તથા વૃધ્ધા અને અન્ય શખસોએ ચાર શખ્સોને ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. બાબતે પોલસી મથકમા ફરીયાદ નોંધાવાઇ હતી.

લાકડી વડે હુમલાની ઘટના અમરેલી તાલુકાના સરભંડા ગામે બની હતી. અહી રહેતા અમરબેન રામભાઇ દાફડા (ઉ.વ.55) સાર્વજનીક ડંકીએ પાણી ભરવા ગયા હતા. તે દરમિયાન અહી રહેતા શારદાબેન તથા વૈશાલીબેને પાણી ભરવા બાબતે વૃધ્ધાને ગાળો આપી હતી. રમેશ દેશાભાઇ અને અજય બંને શખ્સોએ વૃધ્ધાને લાકડી વડે માર માર્યો હતો. સાથે શારદાબેન રમેશભાઇ દાફડા (ઉ.વ.38)ને વિમળાબેન, મંજુબેન, અમરબેન, કાળુ રામ, મગન રામ, ધીરૂ રામ, રમા ગોવા તમામ શખ્સોએ મહિલાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. બાબતે બંનેએ એક બીજા પર અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધવી છે. રાજુલાના તવકલનગરમા રહેતા દિલનાજબેન ઉર્ફે સોનુબેન જાહિદભાઇ જોખીયાના રહેણાંકમા અહી રહેતા રફીક ઉંમરભાઇ નામનો શખ્સ પાણી ભરવા આવતો હોય અને પાણી હોવાથી મહિલાએ પાણી ભરવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...