રાજુલામાં સરકારી ક્વાર્ટરો જર્જરીત હાલતમાં: રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{નવા કવાટર્સ બનાવવા કર્મચારીઓમાથી માંગ

ભાસ્કર ન્યુઝ. રાજુલા

રાજુલામાસરકારી રેસ્ટ હાઉસ પાસે સરકારી વસાહત આવેલી છે. વસાહતમા દરેક કચેરીના સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે. કવાર્ટસ છેલ્લા ઘણા સમયથી રીપેરીંગ કરવામા આવ્યુ નથી. જેના કારણે કવાટર્સ જર્જરીત હાલતમા બની ગયા છે. ચોમાસા પહેલા કવાટર્સ રીપેરીંગ કરવામા આવે તેવી કર્મચારીઓની માંગ ઉઠાવવામા આવી છે.

રાજુલા સરકારી રેસ્ટ હાઉસ પાસે આવેલી સરકારી વસાહતમા અને મકાનોમા કોર્ટના કર્મચારીઓ, માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ તથા મામલતદાર કચેરી સહીત વિગેરે સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી કવાટર્સોને રીપેરીંગ કરવામા આવ્યા નથી. અને ચોમાસા પહેલા કવાર્ટસો રીપેરીંગ કરવામા નહી આવે તો તેની તીરાડોમાંથી પાણી પડશે તેમ કર્મચારીઓનુ કહેવુ છે. અહી રહેતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ ભાજપ સરકાર દ્વારા આધુનિક બહુમાળી બિલ્ડીંગ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, એસટી ડેપો, સહિત વિગેરે કચેરીઓ નવી બનાવવામા આવી છે. જેના કારણે કર્મચારીઓમા રોષ જોવા મળી રહ્યો છે.

રાત દિવસ સરકારી કર્મચારીઓ કામગીરી કરી રાત્રીના વિસામો કરવા કવાર્ટસ બનાવવામા આવ્યા છે. તેમાં આજ દિવસ સુધી રીપેરીંગ કરવામા આવ્યુ નથી. બીજી તરફ અમુક કર્મચારીઓ ભાડાના મકાનમા રહે છે. ત્યારે સરકારી કાવાર્ટર વહેલી તકે રીપેરીંગ કરવામા આવે તેવી માંગણી કર્મચારીઓ દ્વારા કરવામા આવી છે.

છત પર તિરાળો પડતાં અકસ્માત થવાની ભીતી } કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...