તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી શક્તિમાતા મંદિરની આરતી સાત સમંદર પાર લાઇવ જોઇ શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી શક્તિમાના મંદિરે દર પૂનમે થતી ભવ્ય આરતીનો લાભ સાત સમંદર પાર બેઠા શ્રદ્ધાળુઓ ઘેર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી લાઇવ જોઇ શકે તે માટે તખ્તો ઘડાયો છે.

હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતુ.આથી શક્તિમાતાની પ્રાગટ્યભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્રવદ-13ના રોજ ઝાલાકુળના વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી શક્તિમાતાના મંદિર અને ધામા મંદિરે દર્શનાર્થે અચૂક જાય છે. આ શક્તિમાતાના મંદિરે દર મહિનાની પૂનમે હેકડેઠેઠ મહેરામણ વચ્ચે ભવ્ય નવચંડી હવન અને મહા પ્રસાદનું આયોજન હાથ ધરાય છે. આ યોજનાથી ગુજરાત કે ભારતનાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા શ્રદ્ધાળુઓ પણ મહદઅંશે ઘેર બેઠા આરતીનો લાભ મેળવી રહ્યાં છે. આ અંગે પાટડી શક્તિમાતા મંદિરના રસીકભાઇ પટેલ, બિપીનભાઇ દેસાઇ અને જગદિશભાઇ પંચાસરા જણાવ્યુ કે મંદિરે રૂ. દોઢ લાખના ખર્ચે અદ્યતન સીસીટીવી કેમેરા નખાયા બાદ દર વર્ષે ઇન્ટરનેટ માટે રૂ. સાડા સાત હજાર ભાડું ભરીને મંદિરમાં રોજ પ્રાત: અને સાંય આરતી સહિત દર પૂનમે થતી ભવ્ય આરતીનું લાઇવ પ્રસારણ ઇન્ટરનેટના માધ્યમથી અસંખ્ય લોકો નિહાળી રહ્યાં છે. જેમાં અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ સહિતના દેશોમાં વસતા લોકો આરતીના દર્શન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...