દસાડામાં ઉબડખાબડ રસ્તાથી ચોમાસામાં અકસ્માતનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસાડામાં વેપારી વાસમાં જવાના રસ્તે પીપલવાસમાં ખોદકામ કરાતા ચોમાસામાં અકસ્માત થવાની ભીંતિ સર્જાઇ છે. બીજી બાજુ દસાડા ગ્રામ પંચાયતમાં તલાટી કે ચૂંટાયેલા પ્રતિનિધી હાજર ન રહેતા આ સમસ્યા ઊભી થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

દસાડા એ સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક છે. પરંતુ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કોર્ટ સહિતની મોટાભાગની સરકારી કચેરીઓ પાટડીમાં હોવાથી દસાડા દફ્તર બહાર જેવો ઘાટ સર્જાયો છે. જ્યારે દસાડામાં વેપારી વાસમાં જતાં પીપલવાસમાં આડેધડ ખાડાઓ ખોદી દેતા ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય અને લાઇટ જાય તો અકસ્માત સર્જાવાની નોબત આવે એમ છે.

વધુમાં દસાડા ગ્રામ પંચાયતમાં રેવન્યુ કે પંચાયત તલાટીએ ચાર્જ લઇ લેવા છતાં અને ચૂંટાયેલા પ્રતિનિધી પણ હાજર ન રહેતા ગ્રામજનોની સાથે પંચાયતમાં રજૂઆત કે દાખલો લેવા આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે દસાડાના ફારૂકખાનજી મલિક અને બસીરખાનજી મલિકે ટીડીઓ સહિત લાગતા વળગતા તંત્રને રજૂઆતો કરી છે.

દસાડામાં ઉબડ ખાબડ રસ્તાથી ચોમાસામાં અકસ્માતનો ભય લોકોને સતાવે છે.

અન્ય સમાચારો પણ છે...