તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજાણામાં બીજા દિવસે ય ટ્રક ફસાતા હાઇવે પર ચક્કાજામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયમ ટ્રાફિકથી ધમધમતા સુરેન્દ્રનગર બેચરાજી હાઇવે પર બજાણા પાસેના ખાડામાં બીજા દિવસે પણ એક ટ્રક ફસાયો હતો. જેનાથી બીજા દિવસે પણ વાહનોની લાંબી કતારોના કારણે હાઇવે ઠપ્પ રહેતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરેન્દ્રનગર બેચરાજી હાઇવે પર એક પણ ટોલટેક્ષ બુથ આવેલું ન હોવાથી રાજસ્થાનથી વાયા માલવણ હાઇવે થઇને સુરેન્દ્રનગર અને કચ્છ-માળીયા જવાનો હાઇવે મોટા વાહનોના ટ્રાફિકથી ધમધમતો રહે છે. આથી અવારનવાર આ હાઇવે પર અકસ્માતના દ્રશ્યો સહજ બને છે. સુરેન્દ્રનગરથી બેચરાજી વચ્ચેના હાઇવે પર બજાણા નજીક બિસ્માર અને ઉબડખાબડ રસ્તામાં આવતા એક ખાડામાં ગઇ કાલે એક આઇશર ફસાતા આખો દિવસ હાઇવે ઠપ્પ રહ્યો હતો. આ અંગે આ વિસ્તારના લોકો દ્બારા લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોતી. આથી બજાણા પાસે એક જ જગ્યાએ વધુ બે ટ્રકો ફસાતા હાઇવે પર બીજા દિવસે પણ વાહનોની લાંબી કતારોના ખડકલાના કારણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. અને એમાય સૌથી કફોડી હાલતમાં બસમાં મુસાફરી કરતા લોકો અને ખાસ કરીને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની થવા પામી હતી. આથી આ બાબતે તંત્ર દ્વારા તાકીદે કોઇ અકસ્માત સર્જાય એ પહેલા બજાણા પાસેના બિસ્માર રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠી છે.

હાઇવે પર ટ્રક ફસાતા વાહનોની કતાર લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...