તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Patdi
  • પાટડીથી ઝીંઝુવાડા વચ્ચેના 30 કિ.મીના ખખડધજ રોડથી વાહનચાલકો પરેશાન

પાટડીથી ઝીંઝુવાડા વચ્ચેના 30 કિ.મીના ખખડધજ રોડથી વાહનચાલકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીથી ઝીંઝુવાડા રણમાં વાછડા દાદાની જગ્યાએ જવા માટેનો 30 કિ.મી.નો રસ્તો ચિંથરેહાલ બન્યોં છે. ઝીંઝુવાડા ગ્રામજનો દ્બારા આ ઉબડખાબડ રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવા માટે માટે છેક ગાંધીનગર રજૂઆત પણ કરાઇ છે.

પાટડીના ઝીંઝુવાડા ગામથી ટ્રકો દ્બારા ગુજરાત ભરમાં અને છેક પરપ્રાંત સુધી મીઠાની નિકાસ થાય છે. અને ઝીંઝુવાડાથી 25 કિ.મી.દૂર વચ્છરાજ સોલંકીની ઐતિહાસીક જગ્યા આવેલી છે. આથી પાટડીથી ઝીંઝુવાડા સુધીનો 30 કિ.મી.નો રસ્તો કાયમ મીઠુ ભરવા આવતી ટ્રકો અને વાહનોમાં આવતા દર્શનાર્થીઓથી ધમધમતો જ રહે છે. પરંતુ પાટડીથી ઝીંઝુવાડા વચ્ચેના 30 કિ.મી.ના રસ્તામાં મસમોટા ગાબડાની સાથે આ રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો તોબા પોકારી ગયા છે. અને પાટડીથી ઝીંઝુવાડા વચ્ચેના 30 કિ.મી.ના અત્યંત બિસ્માર રસ્તાના કારણે વાછડા દાદાની જગ્યાએ વાહન લઇને આવતા દર્શનાર્થીઓની હાલત પણ અત્યંત કફોડી બનવા પામી છે.

આ અંગે ઝીંઝુવાડા ગ્રામજનો દ્વારા અનેકો રજૂઆત કરવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નથી. આ અંગે ઝીંઝુવાડા ગામના ભરતસિંહ ઝાલા જણાવે છે. પાટડી ઝીંઝુવાડા વચ્ચેના 30 કિ.મી.ના બિસ્માર રસ્તાના કારણે સૌથી કફોડી હાલત દર્દીઓ અને ખાસ કરીને ડિલેવરી માટે રીફર કરાયેલી ગર્ભવતી મહિલાઓની થવા પામે છે. આ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

પાટડીથી ઝીંઝુવાડા વચ્ચેનો 30 કિ.મી.નો રસ્તો ચિંથરેહાલ છે.

અન્ય સમાચારો પણ છે...