પીપળીની કેનાલ તોડતા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

પીપળીની કેનાલ તોડતા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:35 AM IST
પાટડી તાલુકાના પીપળી ગામે કેટલાક અજાણ્યા શખ્સોએ જેસીબી વડે કેનાલનો પાળો તોડી બકનળી નાખી કેનાલનું પાણી પીપળી તળાવમાં લઇ જવાનો કારસો રચતા નર્મદા વિભાગે અજાણ્યા શખ્સો અને જેસીબી ચાલક વિરૂધ્ધ બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે.

લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી માળીયા શાખા કેનાલથી છેક કચ્છ ભુજ સુધી પહોંચાડવામાં આવે છે. આ કેનાલનું પાણી ફક્ત લોકોને પીવાના પાણી તરીકે જ ઉપયોગમાં લેવાય છે. આ કેનાલનું પાણી ખેડૂતો માટે સિંચાઇના ઉપયોગ માટે પ્રતિબંધ છે. પાટડી તાલુકાના પીપળી ગામના તળાવ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા શખ્સોએ જેસીબી વડે કેનાલનો પાળો તોડી બકનળી વડે કેનાલનું પાણી ગેરકાયદેસર રીતે તળાવમાં લઇ જવાની કામગીરી હાથ ધરી હતી.

આથી નર્મદા વિભાગના પ્રશાંતભાઇ મગનભાઇ મેતીયાએ પીપળી ગામના અજાણ્યા શખ્સો અને જેસીબી ચાલક વિરૂધ્ધ બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.બી.કલોતરા ચલાવી રહ્યાં છે.

X
પીપળીની કેનાલ તોડતા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી