પાટડીમાં વરસાદને રીઝવવા શક્તિ માતાના મંદિરે અખંડ ધૂન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડીમાં અડધુ ચોમાસુ પુરૂ થવા આવ્યુ છતાં ત્રણથી ચાર ઇંચ જેટલો જ વરસાદ થયો છે. આથી રણકાંઠા વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. આથી પાટડીના શક્તિ માતાજીના મંદિરે વિવિધ મહિલા મંડળો દ્વારા વરસાદને રીઝવવા અખંડ ધૂનનું આયોજન હાથ ધરાયું હતુ. જેમાં બહોળી સંખ્યાંમાં મહિલા મંડળના સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...