ખારાઘોઢામાં એક જ કોમના બે પરિવાર બાખડ્યા: ચાર ઘવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારાઘોઢા સ્ટેશન ખાતે રહેતા એક જ કોમના બે પરિવારો વચ્ચે અગાઉ થયેલા સામાન્ય ઝઘડાનું મનદુ:ખ રાખીને એકબીજા હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેમાં ચાર લોકો ઘવાયા બન્ને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવવમાં આવી હતી.

પાટડી તાલુકાના ખારાઘોઢા સ્ટેશન ખાતે રહેતા બે પરીવારો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલીનું મનદુ:ખ રાખીને અલાઉદિન રાજેમીયા સૈયદ, રફિક રાજેમીયા સૈયદ અને નિઝામ અલાઉદિને ગામમાં જ રહેતા મહેબુબ ઉર્ફે બબન તેજ હુસેન સોલંકી પર લાકડી, ધારીયુ અને ધોકા વડે તૂટી પડી ઇજાઓ કરી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ખારાઘોઢા સ્ટેશન ખાતે રહેતા રફિક રાજેમીયા સૈયદ પર આ જ ગામના બબનભાઇ તેજ હુસેન, ઇશુફભાઇ તેજ હુસેન અને મયોદિન બબનભાઇ છરી, ધારીયા અને લોખંડના સળીયા વડે ઇજાઓ પહોંચાડ્યાની પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આથી પાટડીના પીએસઆઇ સી.એચ.માંઢક ચલાવી રહ્યાં છે.

ખારાઘોઢામાં બે પરિવારો વચ્ચે મારામારી થતા ચાર લોકો ઘવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...