તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Patdi
  • Patdi પવનની આંધીથી રણમાં સોલાર પેનલો તૂટી, 30 અગરિયાઓને લાખોનું નુકસાન

પવનની આંધીથી રણમાં સોલાર પેનલો તૂટી, 30 અગરિયાઓને લાખોનું નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે સાંજે રણમાં જોરદાર વાવાઝોડા સાથે પવન અને આંધીથી રણમાં અગરિયાઓની સોલાર પેનલો તૂટી જતાં નુકશાન સહન કરવાનો નોબત આવી છે. જેમાં રણના અંદાજે 30થી વધુ અગરિયાઓની સોલાર પેનલો તુટી હોવાની વિગતો બહાર આવી છે.

આ વર્ષે ચોમાસામાં ખુબ જ ઓછો વરસાદ થતાં આખુ રણ સુકુભઠ્ઠ છે. આથી રણકાંઠાના સેંકડો અગરિયા પરિવારો નવરાત્રીના બદલે વહેલા ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા ગયા હતા. અને રણમાં મીઠાના પાટામાં પગલી આપવાનું કામ કરી પાટા ભરવા રણમાં સોલાર પેનલો ફીટ કરી કામેં લાગી ગયા હતા. પરંતુ ગુરૂવારે મોડી સાંજે રણમાં વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યા બાદ વાવાઝોડા સાથે પવન અને આંધીના વંટોળ સાથે વરસાદ ખાબકતા અગરિયા પરિવારોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

જેમાં પાણી ખેંચવા માટેની સોલાર પેનલો ઉડીને તૂટી ગઇ હતી. સોલાર પેનલ અને કન્ટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી મસમોટું નુકશાન આવ્યું હતુ. આ અંગે રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફિટ કરવાનું કામ કરતા પરષોત્તમભાઇ અને ભરતભાઇ સોમેરાએ જણાવ્યું કે રણમાં અંદાજે 30થી વધુ અગરિયા પરિવારોને અંદાજે એકથી દોઢ લાખ રૂ.નું અણધાર્યું નુકશાન આવતા અનેક અગરિયા પરિવારો પાયમાલ થઇ ગયા હતા. આ અંગે નારણપુરા ગામના મશરૂભાઇ ભરવાડે જણાવ્યું કે ગઇ કાલે મોડી સાંજે જોરદાર વાવાઝોડા સાથે પવન ફુકાંતા કેટલાક વૃક્ષો ધરાશાઇ થયા હતા. જ્યારે કેટલાક મકાનોના પતરા ઉખડીને દૂર ફેંકાયા હતા. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોતી.

સોલાર પેનલો તૂટી, નારણપુરા ગામમાં પતરા ઉડ્યાને વૃક્ષો ધરાશાઇ.

અન્ય સમાચારો પણ છે...