તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરવલા પાસે અકસ્માત સર્જનાર ચાલકને 1 વર્ષની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડીના નવરંગપુરા અને જરવલા ગામ વચ્ચે ગત તા.14-06-2014ના રોજ બોલેરો ગાડીના ચાલક રમેશભાઇ લાલજીભાઇ ગોહિલે ગાડીની અડફેટે લઇ દિપક પંચાલ અને મિતેશ પટેલને ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્ને યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ અકસ્માતનો કેસ પાટડી જ્યુડીસીયલ સીવીલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ રાધાબેન આર ચુધની ધારદાર દલિલોને ધ્યાને લઇ કોર્ટના જજ જી.પી.ભોઇએ આ કેસના આરોપી રમેશભાઇ લાલજીભાઇ ગોહિલને એક વર્ષની કેદ અને રૂ.3000ના દંડની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...