તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Patdi
  • પાટડીની માર્ગ અને મકાનની ઓફિસની છતમાંથી ટપકતાં વરસાદી પાણીથી જોખમ

પાટડીની માર્ગ અને મકાનની ઓફિસની છતમાંથી ટપકતાં વરસાદી પાણીથી જોખમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી જૈનાબાદ રોડ પર ગણેશનગર પાસે આવેલી માર્ગ મકાન અને પંચાયત વિભાગની ઓફિસની છતમાંથી વરસાદી પાણી ટપકતા જોખમરૂપ બની છે. સરકારી ઇમારતો, રોડ અને નાળાના કામ કરતી સરકારી કચેરીની ઓફિસ જ જોખમમાં હોવાનો ઘાટ સર્જાયો છે.

પાટડી જૈનાબાદ રોડ પર ગણેશનગર સોસાયટી પાસે આવેલી માર્ગ, મકાન અને પંચાયત વિભાગની ઓફિસ દ્વારા દર વર્ષે સરકાર દ્વારા મંજૂર કરાયેલા રોડ, નાળા અને સરકારી ઇમારતો સહિત કરોડો રૂપિયાના કામો કરવામાં આવે છે. સરકારી ઇમારતો બનાવવાનું કામ કરતી માર્ગ-મકાન અને પંચાયત વિભાગની ઓફિસ ખુદ સારવાર ઝંખે છે. આ ઓફિસ નિંચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી ચોમાસામાં ભારે વરસાદમાં આ ઓફિસના આખા મેદાનમાં તેમજ ઓફિસમાં પણ વરસાદી પાણીનો ભરાવો થાય છે. અને આ ઓફિસની છતમાંથી વરસાદી પાણી ટપકતા સરકારી ચોપડા પલળી જઇ નાશ થવાનો ભય ઊભો થયો છે. આ ઓફિસની અંદર છત નીચે પ્લાસ્ટિકનું મીણયું બાંધી ટેમ્પરરી ઉકેલ લવાયો છે. પાટડી માર્ગ-મકાન અને પંચાયત વિભાગની ઓફિસ એટલી હદે જર્જરિત અને ખખડધજ બની છે કે આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને સતત ભયના ઓથાર હેઠળ જ કામ કરવાની નોબત આવે છે. આથી રોડ-રસ્તા અને નાળા સહિત સરકારી ઇમારત બનાવવાનું કામ કરતી પાટડી માર્ગ-મકાન અને પંચાયત વિભાગની જોખમરૂપ બિલ્ડીંગ કોઇ નિર્દોષનો ભોગ લે એ પહેલા એનું રીપેરીંગ કામ હાથ ધરાય અથવા તો આ ઓફિસને ટેમ્પરરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.

નવા બિલ્ડિંગની ફાળવણી માટે રજૂઆત કરી
પાટડી જૈનાબાદ રોડ પર આવેલી આ ઓફિસમાં બાજુમાંથી પસાર થતી ગટરનું પાણી બેક મારતા અને વરસાદી પાણીના લીધે આ સમસ્યા ઘણા સમયથી છે. આ અંગે સુરેન્દ્રનગર ડીડીઓને મળીને પાટડી ચાર રસ્તે બની રહેલા બહુમાળી ભવનમાં ઓફિસ ફાળવવા રજૂઆત કરાઇ છે. અને આ બહુમાળી ભવનનું કામ ઓક્ટોબર નવેમ્બરમાં પુરૂ થઇ જવાનું છે. વંસતભાઇ, કાર્યપાલક ઇજનેર-માર્ગ મકાન અને પંચાયત વિભાગ-પાટડી

અન્ય સમાચારો પણ છે...