તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Patdi
  • Patdi બજાણામાં પ્રેમલગ્નનું મનદુખ રાખી પત્નીની નજર સામે પતિની હત્યા

બજાણામાં પ્રેમલગ્નનું મનદુખ રાખી પત્નીની નજર સામે પતિની હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

12 વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણમાં ભાગી જઇ લગ્નની ઘટના બની હતી
આજથી 12 વર્ષ અગાઉ બજાણા ગામના ઇકબાલખાન રહેમતખાન મલેકે છાબલી ગામના ભીખુશા ચાંદશા ફકીરની દિકરી જાહેદાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના લીધે બન્ને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં આજથી ત્રણેક માસ અગાઉ ઇકબાલખાન મલેક પોતાના પિતા રહેમતખાન રાસાજી મલેક સાથે બજાણા દૂધની ડેરી પાસે આવેલી હોટલમાં ઊભા હતા ત્યારે કામલપુર ગામના હનીફખાન હબીબખાન મલેક સહિતના ચારથી પાંચ જેટલા શખ્સોએ છરી સહિતના સાધનો વડે હુમલો કરી રહેમતખાન રાસાજી મલેકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્યાના બનાવમાં હનીફખાન હબિબખાન મલેક હાલ જેલમાં છે. ત્યારે આજે હનીફખાન મલેકના પિતા હબીબખાન સાહેબખાન મલેક અને એમના પત્ની સામબાઇ બાઇક લઇને કામલપુર જઇ રહ્યાં હતા. ત્યારે બજાણા રેલ્વે ફાટક પાસે અગાઉથી પ્લાન બનાવીને ઉભેલા ચારથી પાંચ શખ્સોએ ધારીયા અને ધોકા વડે આ

અનુસંધાન પાના નં-3

પત્ની ઘાયલ થયા હતા.તો પોલીસે તપાસ શરૂ કરી હતી. તસવીર-મનીષ પારીક

અન્ય સમાચારો પણ છે...