બજાણા માલવણ હાઇવે પર દારૂ ભરેલી કાર સાથે 2 ઝબ્બે

રૂ.4.40 લાખનો મુદ્દામાલ કબજે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patdi - બજાણા માલવણ હાઇવે પર દારૂ ભરેલી કાર સાથે 2 ઝબ્બે
માલવણ બજાણા હાઇવે પરથી બાતમીના આધારે બજાણા પોલીસે વિદેશીદારૂના જથ્થાસાથે બોલેરો ગાડી ઝબ્બે કરી હતી. જેમાં વિદેશી દારૂની 451 બોટલો સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે માલવણ બજાણા હાઇવે પર આવેલી નર્મદા કેનાલના નાળા પાસેથી સિલ્વર કલરની બોલેરો ગાડીને આંતરીને તપાસ કરતા ગાડીમાંથી વિદેશીદારૂની 451 બોટલો કિંમત રૂ.1,35,300, મોબાઇલ નંગ-3, કિંમત રૂ. 5000 અને બોલેરો ગાડી કિંમત રૂ.3,00,000 મળી કુલ રૂ.4,40,300ના મુદામાલ સાથે ભીમગુડાના શ્રીરામ બિશ્નોઇ મારવાડી તથા રાજસ્થાનના બાડમેર ધોરીમના ભજનલાલ જામારામ બિશ્નોઇને ઝડપી લીધા હતા. આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઝાલોરના સાંચોરના બાબુલાલ ઉર્ફે રાકેશકુમાર બિશ્નોઇનો હોવાનું ખુલતા બજાણા પોલીસે દારૂ અંગેનો ગુનો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં પીએસઆઇ વી.બી.કલોતરા, રોહિતભાઇ પટેલ અને મનીષભાઇ અઘારા સહિતનો પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.

X
Patdi - બજાણા માલવણ હાઇવે પર દારૂ ભરેલી કાર સાથે 2 ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App