તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ફાટક પાસે શનિવારે બનેલી ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયોની પોલીસ તપાસ શરૂ કરાઇ
બજાણામાં બે પરિવાર વચ્ચે પ્રેમલગ્ન બાબતે વેરના બીજ રોપાયા હતા. જેમાં ત્રણેક મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવાનના પિતાની બજાણામાં હત્યા કરી દેવામાં આવી હતી. જેનું મનદુ:ખ રાખીને શનીવારે પાંચથી છ જણાએ બાઇક પર જઇ રહેલા દંપતીને નીચે પટકી આધેડની ધારીયા અને લોખંડની ટામીના ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રુર હત્યા કરી હતી. વીડિયોમાં હત્યારાઓ મહિલાની સામે જ એના પતિને લાકડી અને લોખંડની ટામી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી ગાળો બોલતા જણાય છે. જેમાં આધેડ મહિલા ભૈયા બસ કરો, એ મરી જશે..ની બુમો પાડતી નજરે પડી રહી છે. છતાં હત્યારાઓ પર એની કોઇ અસર ન થતા તેઓ આધેડને બેરહેમીથી ફટકારી રહ્યા હતા. રોડ પરથી જતા ચાલકોને જતાં રહેવા પણ જણાવતા હતા.

મૃતક હબીબખાન

ક્રુરતાનો વીડિયો : હત્યારાઓએ રસ્તા પર આધેડને પગમાં ધોકો મારી રહેંસી નાખ્યો
આધેડને માર મરાયો હતો.

હત્યાનો વીડિયો આરોપીઓ માટે ઘાતક બનશે
આ વીડિયો કોણે વાયરલ કર્યો છે ?

- આ વીડિયો આરોપીઓમાંથી જ કોઇએ વાયરલ કર્યો છે. કારણ કે વીડિયોમાં એક આરોપી આ ઘટનાનો વીડિયો લેવાનું કહેતો નજરે પડી રહ્યો છે.

આ વાયરલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરશે ?

- ચોક્કસ આ વીડિયોમાં આરોપીઓ સ્પષ્ટ નજરે પડી રહ્યાં છે. આ વીડિયો આરોપીઓ માટે જ ઘાતક સાબીત થશે.

સીધી વાત વી.બી.કલોતરા, PSI, બજાણા પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...