તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણોદ કેનાલમાં ડૂબી જતાં યુવાનની લાશ 24 કલાકે મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથી મોરબી ટ્રક લઇને જઇ રહેલો યુવાન વણોદ એછવાડા વચ્ચેની કેનાલમાં નહાવા જતા ડુબી ગયો હતો. ધ્રાંગધ્રા ફાયરબ્રિગેટ અને સ્થાનિક તરવૈયાઓની ટીમેં ભારે જહેમત બાદ 24 કલાકે આ યુવાનની લાશ બહાર કાઢી હતી.

ટ્રકના ચાલક અને ક્લીનરો હાઇવે પરથી નિકળતી કેનાલોમાં નહાવા પડતા ડુબી જવાના બનાવો અવારનવાર સામેં આવે છે. ત્યારે રાજસ્થાનથી ટ્રક લઇને મોરબી જઇ રહેલો ટ્રકનો ચાલક પ્રેમસિંહ કુબેરસિંહ રાજપુત પાટડી તાલુકાના વણોદ એછવાડા પાસેની કેનાલમાં નહાવા પડ્યા બાદ પગ લપસી જતા કેનાલમાં ડુબી ગયો હતો. કેનાલમાં ડુબેલા આ યુવાનની સઘન શોધખોળ કરવા છતાં કોઇ જ પત્તો લાગ્યો નહોંતો. આથી આજે પાટડી મામલતદાર પી.કે.ખરાળી સહિતના અધિકારીઓ અને આ વિસ્તારના જીલ્લા પંચાયતના સભ્ય પી.કે.પરમાર સહિતના ગામ આગેવાનોએ ઘટના સ્થળે દોડી જઇ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક એછવાડાના ગણપત ગોસ્વામી સહિતના સ્થાનિક તરવૈયાઓની ટીમેં ભારે જહેમત બાદ 24 કલાકે આ યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢી હતી. દસાડા પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...