Divya Bhaskar

Home » Saurashtra » Surendranagar District » Patdi » Patdi - પાટડી પાલિકામાં સમિતિના ચેરમેનોની વરણી કરાઇ

પાટડી પાલિકામાં સમિતિના ચેરમેનોની વરણી કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

પાટડી | પાટડી પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખનીની અઢી વર્ષની મુદત પુરી થયા બાદ પ્રમુખ માટે સામાન્ય મહિલા સીટ હોવાથી...

  • Patdi - પાટડી પાલિકામાં સમિતિના ચેરમેનોની વરણી કરાઇ
    પાટડી | પાટડી પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખનીની અઢી વર્ષની મુદત પુરી થયા બાદ પ્રમુખ માટે સામાન્ય મહિલા સીટ હોવાથી સુરેખાબેન પટેલની પ્રમુખ અને જેંતીભાઇ ઠાકોરની ઉપ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ-ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર મેહુલભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં પાલિકાના કારોબારી ચેરમેન સહિત વિવિધ સાત સમિતીઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે મોહનલાલ ઠક્કર, પસંદગી સમિતીના ચેરમેન તરીકે મુકેશભાઇ દેસાઇ, સ્વચ્છતા અભિયાન સમિતીના ચેરમેન તરીકે મંજુબેન રાજેન્દ્રભાઇ, બાંધકામ સમિતીના ચેરમેન તરીકે આરતીબેન ઠક્કર, પાણી સમિતીના ચેરમેન તરીકે રાજુભાઇ ઠાકોર, વિજળી સમિતીના ચેરમેન તરીકે અનોપસિંહ ઝાલા અને સામાજિક ન્યાય સમિતીના ચેરમેન તરીકે ચંપાબેન ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending