પાટડીમાં 17 આંગણવાડી કેન્દ્રોનાં મકાનો નવા બનશે

DivyaBhaskar News Network

Sep 17, 2018, 03:05 AM IST
Patdi - પાટડીમાં 17 આંગણવાડી કેન્દ્રોનાં મકાનો નવા બનશે
પાટડી તાલુકાની ઘટક 1 અને 2ની કુલ 190 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 6084 ભુલકાઓ અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે પાટડીમાં 17 આંગણવાડી કેન્દ્રોના મકાનો નવા બનશે. જેમાં જર્જરીત અને ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રોની જગ્યાએ નવી આંગણવાડી બનશે.

પાટડી તાલુકાના ઘટક-1 ની 145 અને ઘટક-2 ની 45 મળી કુલ રૂ. 190 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 6084 ભુલકાઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. પરંતુ પાટડી તાલુકાની અનેક આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં તો કેટલીક આંગણવાડી કેન્દ્રો અત્યંત જર્જરીત હાલતમાં છે. જેમાં પાટડી દલિત વાસમાં આવેલી પાંચ નંબરની આંગણવાડી કેન્દ્રમાં મકાનની છતમાંથી પંખા સાથે છતનું પોપડું પડ્યું હતુ. સદભાગ્યે એ સમયે ભુલકાઓ આંગણવાડી કેન્દ્ર બહાર રમતા હોઇ મોટી જાનહાની ટળી હતી. આ અંગે પાટડી તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાએ જણાવ્યું કે પાટડીમાં 17 આંગણવાડી કેન્દ્રોના મકાનો નવા બનશે. જેને વહીવટી મંજૂરી અપાઇ ગઇ છે. જેમાં જર્જરીત અને ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રોની જગ્યાએ નવી આંગણવાડી બનશે.

X
Patdi - પાટડીમાં 17 આંગણવાડી કેન્દ્રોનાં મકાનો નવા બનશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી